KKRના કેપ્ટન તરીકે રિંકુ સિંહનું નામ ચર્ચાયું
KKRના કેપ્ટન તરીકે રિંકુ સિંહનું નામ ચર્ચાયું
Published on: 07th September, 2026

UP T20 લીગમાં મેરઠ માવેરિક્સને કેપ્ટન રિંકુ સિંહે ચેમ્પિયન બનાવી છે, જેના કારણે તેઓ ચર્ચામાં છે. રિંકુની કેપ્ટનશિપ હેઠળ મેરઠે ધમાકેદાર પ્રદર્શન કરીને ટ્રોફી જીતી લીધી. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ને રિંકુને કેપ્ટન બનાવવાની સલાહ આપી છે. આજિંક્ય રહાણેના સંન્યાસ બાદ KKR નવા કેપ્ટનની શોધમાં છે. રૈનાના મતે, KKR એ રિંકુ પર વિશ્વાસ મૂકીને તેને મોકો આપવો જોઈએ. મેરઠે ફાઇનલમાં લખનઉ ફાલ્કન્સને 94 રનથી હરાવ્યું અને ટુર્નામેન્ટમાં 10માંથી 9 મેચ જીતી.