વિમેન્સ એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
વિમેન્સ એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
Published on: 05th September, 2026

વિમેન્સ એશિયા કપ 2026 માં, ભારતીય મહિલા ટીમે ગૃપ સ્ટેજની અંતિમ મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે પરાજય આપ્યો. પાકિસ્તાની ટીમને માત્ર 55 રનના ઓલટાઇમ લોએસ્ટ સ્કોર પર ઓલઆઉટ કર્યા બાદ, ટીમ ઇન્ડિયાએ માત્ર 52 બોલ (8.4 ઓવર) માં લક્ષ્ય હાંસલ કર્યું. આ જીત સાથે ભારતે ગૃપ સ્ટેજમાં જીતની હેટ્રિક લગાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. T20 માં ભારત સામે પાકિસ્તાનની આ સતત 5મી હાર છે. ભારતીય સ્પિનરોએ પાકિસ્તાની બેટિંગ લાઇન-અપને સંપૂર્ણપણે તહેસ-નહેસ કરી દીધી હતી.