T20 ટીમમાં મોટા ફેરફાર: શ્રેયસ અય્યર નવા કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની પ્રથમ પસંદગી.
T20 ટીમમાં મોટા ફેરફાર: શ્રેયસ અય્યર નવા કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની પ્રથમ પસંદગી.
Published on: 06th June, 2026

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આયર્લૅન્ડ અને ઇંગ્લૅન્ડ પ્રવાસ માટે ભારતીય T20 ટીમની જાહેરાત કરી છે. સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવને કેપ્ટન પદ પરથી હટાવીને શ્રેયસ અય્યરને નવી જવાબદારી સોંપવામાં આવી છે. BCCIની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ મોટો નિર્ણય લેવાયો હતો. યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને સિનિયર ટીમમાં પહેલીવાર સ્થાન મળ્યું છે, જે ભવિષ્ય માટે સારા સંકેતો આપે છે.