એશિયન ગેમ્સ 2026માં શૂટિંગમાં મહિલા ટીમે જીત્યો સિલ્વર મેડલ
એશિયન ગેમ્સ 2026માં શૂટિંગમાં મહિલા ટીમે જીત્યો સિલ્વર મેડલ
Published on: 20th September, 2026

જાપાનના આઈચી-નાગોયા ખાતે શરૂ થયેલી 20મી Asian Games 2026 માં ભારતીય ખેલાડીઓએ શાનદાર શરૂઆત કરી છે. શૂટિંગ સ્પર્ધામાં મહિલાઓની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં ભારતીય ત્રિપુટીએ રજત (સિલ્વર) મેડલ જીતીને દેશનું ખાતું ખોલાવ્યું છે. આ ઉપરાંત, એલાવેનિલ વલારિવને વ્યક્તિગત 10 મીટર એર રાઇફલમાં પણ સિલ્વર મેડલ મેળવી દેશનું ગૌરવ વધાર્યું છે. ભારતીય મહિલા હોકી ટીમે પણ ઉઝબેકિસ્તાનને 19-0થી હરાવી ઐતિહાસિક જીત નોંધાવી છે. MMA માં પણ ભારતનો મેડલ નિશ્ચિત થયો છે.