ભારત સામે ઇંગ્લેન્ડનો 259 રનનો ટાર્ગેટ, રૂટ-ડાવસનની અડધી સદી, અક્ષર પટેલની 4 વિકેટ
ભારત સામે ઇંગ્લેન્ડનો 259 રનનો ટાર્ગેટ, રૂટ-ડાવસનની અડધી સદી, અક્ષર પટેલની 4 વિકેટ
Published on: 14th July, 2026

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે મેચમાં ઇંગ્લેન્ડ 47.5 ઓવરમાં 258 રન બનાવી ઓલઆઉટ થયું. મેચ જીતવા માટે ભારતને 259 રનનો ટાર્ગેટ મળ્યો છે. જો રૂટે અણનમ 76 અને લિયામ ડાવસને 68 રન બનાવ્યા. ઓપનર બેન ડકેટે 43 રનનું યોગદાન આપ્યું. ભારતીય બોલરોમાં અક્ષર પટેલે 4 વિકેટ ઝડપી, જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્ના અને ગુરનૂર બ્રારે 2-2 વિકેટ લીધી. જસપ્રિત બુમરાહ અને શિવમ દુબેને 1-1 વિકેટ મળી.