Google Mapsમાં હવે દેખાશે McLaren F1 રેસિંગ કાર!
Google Mapsએ ફોર્મ્યુલા-1 રેસિંગના ચાહકો માટે એક નવું ફીચર રજૂ કર્યું છે. હવે યુઝર્સ નેવિગેશન દરમિયાન સામાન્ય વાદળી તીરને બદલે McLaren F1 રેસિંગ કારનું આઇકન પસંદ કરી શકે છે. આ સુવિધા મર્યાદિત સમય માટે ઉપલબ્ધ છે અને 23 નવેમ્બર 2026 સુધી વાપરી શકાશે. આ ફીચર સ્માર્ટફોન તેમજ Android Auto અને Apple CarPlay દ્વારા કાર ડિસ્પ્લે પર પણ ઉપલબ્ધ થશે.
