ભારતીય ઓપ્ટિકલ ફાઈબર નિકાસમાં ૧૫૮%નો જંગી ઉછાળો
ભારતના ઓપ્ટિકલ ફાઈબર અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઘટકોના ઉત્પાદકો વૈશ્વિક AI રોકાણ તેજીનો લાભ લઈ રહ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન ઓપ્ટિકલ ફાઈબર, ફાઈબર બંડલ્સ અને કેબલ્સની નિકાસ વાર્ષિક ધોરણે ૧૫૮% વધીને ૪૮૩ મિલિયન ડોલર થઈ છે. અમેરિકા ૨૬૬.૭ મિલિયન ડોલર સાથે સૌથી મોટો આયાતકાર દેશ બન્યો છે, ત્યારબાદ ચીન, પોલેન્ડ અને વિયેતનામનો ક્રમ આવે છે.
