કેવિઅર દ્વારા સોના અને હીરા જડિત iPhone Duo Omkara Edition લોન્ચ
વિશ્વ વિખ્યાત કંપની કેવિઅર (Caviar) એ 'વર્લ્ડ ટ્રેઝર્સ' કલેક્શન હેઠળ અતિ-વૈભવી iPhone Duo Omkara Edition લોન્ચ કર્યો છે. આ ફોન પ્રાચીન ભારતીય પ્રતીક 'ઓમ' થી પ્રેરિત છે, જેમાં ૩૬ હીરા અને સોનાની જડતર છે. તેની કિંમત આશરે ₹૬૮.૯ લાખ છે અને તેના માત્ર ૭ યુનિટ જ બનશે.
