CWG 2026: ભારતના મેડલ ૧૨ પર, ગુલવીર સિંહ ગોલ્ડ ચૂક્યા
CWG 2026: ભારતના મેડલ ૧૨ પર, ગુલવીર સિંહ ગોલ્ડ ચૂક્યા
Published on: 29th July, 2026

ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026 માં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. આઠમા દિવસે ૨ સિલ્વર મેડલ મળ્યા છે, જ્યારે બોક્સિંગમાં પણ ૩ મેડલ નિશ્ચિત છે. વેટલિફ્ટર હરજિંદર કૌરે ૬૯ કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો, જ્યારે લાંબા અંતરના દોડવીર ગુલવીર સિંહે ૧૦,૦૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ સાથે ઇતિહાસ રચ્યો. તેઓ માત્ર ૦.૮૫ સેકન્ડથી ગોલ્ડ મેડલ ચૂકી ગયા. ભારતે કુલ ૧૨ મેડલ (૨ ગોલ્ડ, ૭ સિલ્વર, ૩ બ્રોન્ઝ) જીતી મેડલ ટેલીમાં ૯મું સ્થાન મેળવ્યું છે.