અમદાવાદમાં આકાર પામી રહ્યું છે અદ્યતન ફાઇવ સ્ટાર ટ્રેનિંગ સેન્ટર
અમદાવાદમાં આકાર પામી રહ્યું છે અદ્યતન ફાઇવ સ્ટાર ટ્રેનિંગ સેન્ટર
Published on: 31st July, 2026

અમદાવાદમાં જેલ ડિપાર્ટમેન્ટ દ્વારા એક અત્યાધુનિક સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેન્ટરનું નિર્માણ ચાલી રહ્યું છે. આ સેન્ટરમાં VIP રૂમ, ઓલિમ્પિક સ્વિમિંગ પુલ, વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ અને હાઇ સિક્યોરિટી સેલ જેવી અદ્યતન સુવિધાઓ હશે. 250 કરોડથી વધુના ખર્ચે તૈયાર થઈ રહેલું આ સંકુલ પોલીસ અને જેલ સિપાહીઓ માટે તાલીમનું મુખ્ય કેન્દ્ર બનશે. 60 એકર જમીન પર ત્રણ તબક્કામાં નિર્માણ પામી રહેલા આ પ્રોજેક્ટમાં વિશાળ પરેડ ગ્રાઉન્ડ, એથ્લેટિક્સ, ફૂટબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ કોર્ટ, જીમ્નેશિયમ અને હોસ્ટેલની સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.