પોલીસ ભરતી અંગે હાઇકોર્ટમાં સરકારનું સોગંદનામું
પોલીસ ભરતી અંગે હાઇકોર્ટમાં સરકારનું સોગંદનામું
Published on: 31st July, 2026

ગુજરાત પોલીસ ભરતી મામલે હાઇકોર્ટમાં સરકારે સોગંદનામું કર્યું છે, જેમાં કુલ 25,600 પદો પર સીધી ભરતીનું આયોજન દર્શાવ્યું છે. ગુના નિયંત્રણ, સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ જેવા ક્ષેત્રોમાં નવી ભરતી કરવામાં આવશે. આઉટ સોર્સિંગ દ્વારા ઉચ્ચ શિક્ષિત વ્યકિતઓની ભરતી કરવામાં આવશે, જેમના પર DGP દેખરેખ રાખશે. હાઇકોર્ટે નિયમિત ભરતી અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે. પોલીસ બેડામાં 14,283 જગ્યા માટે બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ/સપ્ટેમ્બરમાં થશે.