ટીમ ઈન્ડિયાના ફિજિયો કમલેશ જૈનનું રાજીનામું
ટીમ ઈન્ડિયાના ફિજિયો કમલેશ જૈનનું રાજીનામું
Published on: 11th September, 2026

ભારતીય ક્રિકેટ ટીમ માટે આગામી દિવસોમાં વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં, ટીમના મુખ્ય ફિજિયો કમલેશ જૈને BCCIને રાજીનામું સોંપ્યું છે. પારિવારિક જવાબદારીઓ અને લાંબી મુસાફરીને કારણે તેમણે આ નિર્ણય લીધો છે. જૈન, જેઓ છેલ્લા સાડા ચાર વર્ષથી ટીમ સાથે જોડાયેલા હતા, હવે પોતાના યુવાન પરિવારને વધુ સમય આપવા માંગે છે. તેમનું આ રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે ટીમ ઇન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં સતત ફેરફારો જોવા મળી રહ્યા છે.