એશિયન ગેમ્સ 2026 અંગે BCCI નો મોટો નિર્ણય
એશિયન ગેમ્સ 2026 અંગે BCCI નો મોટો નિર્ણય
Published on: 09th September, 2026

જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સ 2026માં ભારતીય ક્રિકેટ ટીમના રોકાણ અંગે BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સ્પષ્ટતા કરી છે. આયોજકો દ્વારા નક્કી કરાયેલી હોટલમાં જ ભારતીય ખેલાડીઓ રોકાશે, અલગથી કોઈ વ્યવસ્થા નહીં ગોઠવાય. હોટેલ ફાઈવ-સ્ટાર ન હોવા છતાં આરામદાયક રહેશે. ખેલાડીઓ રૂમ શેર કરશે નહીં, દરેકને અલગ રૂમ મળશે. ટીમ ઈન્ડિયા 20 સપ્ટેમ્બરે ટોક્યો રવાના થશે અને 22 સપ્ટેમ્બરે પ્રથમ T20 મેચ રમશે.