IT નિયમો બદલાશે: આદેશો નહિ માને તો સેફ હાર્બર ખતમ
IT નિયમો બદલાશે: આદેશો નહિ માને તો સેફ હાર્બર ખતમ
Published on: 31st March, 2026

કેન્દ્ર સરકારે IT નિયમન-2021માં ફેરફારનો નવો મુસદ્દો જાહેર કર્યો છે, જેનાથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે સરકારી નિર્દેશોનું પાલન કરવું પડશે, નહીં તો 'safe harbor' હેઠળની કાનૂની સુરક્ષા સમાપ્ત થશે. હવે પ્લેટફોર્મ પોતાના યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી દરેક કન્ટેન્ટ માટે જવાબદાર રહેશે, ડેટા ડિલીટ કરી શકશે નહીં. આ ફેરફારોનો વિરોધ થઈ રહ્યો છે અને સરકાર પર સેન્સરશીપ લગાવવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે. હાલમાં 14 એપ્રિલ સુધી સરકારે આ મુસદ્દા પર જાહેર સૂચનો, વાંધાઓ મંગાવ્યા છે.