ભવિષ્યમાં માણસ કે પ્રાણી બાળકો પેદા નહીં કરી શકે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી
ભવિષ્યમાં માણસ કે પ્રાણી બાળકો પેદા નહીં કરી શકે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી
Published on: 02nd May, 2026

દુનિયામાં આજે હજારો પ્રકારના સિન્થેટિક રસાયણો (માનવ-નિર્મિત કેમિકલ) ફેલાયેલા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જેમાંથી ઘણા પેસ્ટિસાઈડ, પ્લાસ્ટિક, પોલ્યુટન્ટ અને 'ફોરેવર કેમિકલ' પ્રજનન ક્ષમતા એટલે કે ફર્ટિલિટીને ચુપચાપ નુકસાન પહોંચાડી રહ્યા છે. એક નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે રસાયણો અને જળવાયુ પરિવર્તન મળીને માનવ અને પ્રાણીઓ બંનેની પ્રજનન ક્ષમતા, જૈવવિવિધતા અને સ્વાસ્થ્યને ગંભીર જોખમમાં મૂકી રહ્યા છે.