AI ટેકનોલોજી કરતાં માણસ પાસે કામ કરાવવું સસ્તું.
ટેકનોલોજીની ટોચની કંપની એનવીડિયાએ કહ્યું હતું કે AIથી અનેક નોકરીઓનો ભોગ લેવાશે તેવી દહેશત ભલે હોય, પરંતુ હકીકત એ છે કે કંપનીઓને AI ટેકનોલોજી કરતાં માણસ પાસે કામ કરાવવાનું જ સસ્તું પડે છે. AI ટેકનોલોજી અત્યારે એટલી મોંઘી છે કે એ ચલાવવા કરતાં કર્મચારીઓને પગાર આપવાનું વધારે ફાયદાનો સોદો છે. AI ટેકનોલોજીમાં રોકાણ વધ્યું છે, પરંતુ તેના પર હજુ કંપનીઓને ભરોસો બેસતો નથી.
AI ટેકનોલોજી કરતાં માણસ પાસે કામ કરાવવું સસ્તું.
અમેરિકાથી આવશે અબજો ડોલર!
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશો પર ટેરિફ ઝિંકીને અઢળક નાણાં મેળવી લીધા હતા, જોકે અમેરિકન સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદેસર જાહેર કરીને ટેરિફ પરત આપી દેવાનો આદેશ કર્યા બાદ હવે રિફંડ કરવાની પ્રક્રિયા આગળ વધી છે. આ પ્રક્રિયા મુજબ હવે ટુંક સમયમાં ભારત સહિતના દેશોના આયાતકારોને રિફંડ મળી જશે. રિપોર્ટ મુજબ, અમેરિકન આંતરરાષ્ટ્રીય વેપાર અદાલતમાં ટેરિફ રિફંડ મામલે અરજી દાખલ કરાઈ હતી, જેમાં કોર્ટના આદેશ મુજબ, પ્રથમ હપ્તાની ચુકવણી લગભગ 11 મેથી શરૂ થવાની આશા છે.
અમેરિકાથી આવશે અબજો ડોલર!
ભારતીયો માટે એપલ લાવશે સસ્તી પ્રોડક્ટ્સ? ટિમ કુકે કહ્યું- હું અત્યંત ઉત્સાહિત છું
એપલના CEO ટિમ કુકે ભારતીય બજારને કંપની માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવતા પ્રબળ ઉત્સાહ વ્યક્ત કર્યો છે. તાજેતરના ત્રિમાસિક પરિણામો બાદ તેમણે જણાવ્યું કે ભારતની ઝડપથી વધતી મધ્યવર્ગીય વસ્તી અને એપલ પ્રોડક્ટ્સની વધતી માંગ લાંબા ગાળાની મોટી તકો પૂરી પાડે છે. માર્ચ ત્રિમાસિકમાં ભારતે ડબલ-ડિજિટ વૃદ્ધિ સાથે શાનદાર પ્રદર્શન કર્યું છે. ટિમ કુકના મતે, વૈશ્વિક સ્તરે ભારત એક મુખ્ય માર્કેટ તરીકે ઉભરી રહ્યું છે, જે આગામી સમયમાં એપલના વ્યવસાયિક વિસ્તરણ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે.
ભારતીયો માટે એપલ લાવશે સસ્તી પ્રોડક્ટ્સ? ટિમ કુકે કહ્યું- હું અત્યંત ઉત્સાહિત છું
સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ
પરિવહન અને ટેકનોલોજી ક્ષેત્રે સુરત શહેરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતનો સૌપ્રથમ બહુપ્રતિક્ષિત 'બેરિયરલેસ' ટોલ પ્લાઝા આજથી એટલે કે પહેલી મેથી સુરતમાં કાર્યરત થઈ ગયો છે. આ નવી ટેકનોલોજીના અમલીકરણ સાથે હવે વાહનચાલકોએ ટોલ ટેક્સ ભરવા માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂર પડશે નહીં. સુરત અને ભરૂચ વચ્ચે આવેલા મુંબઈ-દિલ્હી હાઈવે (NH48) પર છેલ્લા બે મહિનાથી આ આધુનિક સિસ્ટમનું ટ્રાયલ ચાલી રહ્યું હતું. NHAI દ્વારા ફેબ્રુઆરી મહિનાથી શરૂ કરાયેલ ટેસ્ટિંગ સફળ રહેતા હવે સુરતના કામરેજ પાસે આ સુવિધાને આખરી ઓપ આપીને શરૂ કરી દેવામાં આવી છે.
સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ
મોબાઈલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ
જો તમારા મોબાઈલ ફોનમાં અચાનક જોરદાર સાયરન જેવો અવાજ આવે અને સ્ક્રીન પર NDMA (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) નો કોઈ મેસેજ દેખાય, તો ગભરાવાની જરૂર નથી. ભારત સરકાર દેશમાં એક નવું ડિઝાસ્ટર વોર્નિંગ સિસ્ટમ એટલે કે 'સેલ બ્રોડકાસ્ટ એલર્ટ' (Cell Broadcast Alert) ટેસ્ટ કરી રહી છે. 2 મે, 2026 ના રોજ તમારા વિસ્તારમાં આ ટેસ્ટિંગ કરવામાં આવશે. મેસેજમાં સ્પષ્ટ લખ્યું હશે કે: NDMA તમારા વિસ્તારમાં સેલ બ્રોડકાસ્ટ એલર્ટનું પરીક્ષણ કરશે. આ મેસેજ મળવા પર તમારે કોઈ પગલાં લેવાની જરૂર નથી. કૃપા કરીને ગભરાશો નહીં.
મોબાઈલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ
Instagram પર રીપોસ્ટિંગ કરો છો? નવા નિયમોને કારણે મળશે ઓછા વ્યૂઝ!
nstagramએ કન્ટેન્ટ એગ્રીગેટર્સ એટલે કે એવા એકાઉન્ટ્સ જે વારંવાર પોતે બનાવેલા વગરનું કન્ટેન્ટ રીપોસ્ટ કરે છે અથવા મુખ્યત્વે અન્ય લોકોનું કામ ફોટો અને કેરોસેલ રૂપે શેર કરે છે એ યુઝર્સ માટે મોટો પોલિસી બદલાવ જાહેર કર્યો છે. Metaની માલિકી હેઠળના આ પ્લેટફોર્મે જણાવ્યું છે કે આવા એકાઉન્ટ્સ હવે એપમાં રેકમેન્ડેશન માટે પાત્ર રહેશે નહીં. Instagramએ સ્પષ્ટ કર્યું છે કે ઓછા પ્રયત્નથી કરેલા ફેરફારો જેમ કે વોટરમાર્ક ઉમેરવું અથવા વીડિયોની સ્પીડ બદલવી એને મૂળ કન્ટેન્ટ તરીકે ગણાશે નહીં. એ જ રીતે અન્ય વ્યક્તિના પોસ્ટનો સ્ક્રીનશોટ લઈને તેનો યુઝરનેમ દેખાડીને પોસ્ટ કરવાથી પણ તે મૂળ ગણાશે નહીં.
Instagram પર રીપોસ્ટિંગ કરો છો? નવા નિયમોને કારણે મળશે ઓછા વ્યૂઝ!
તેલ કંપનીઓએ 2025-26માં રોજ ₹116 કરોડ નફો કમાયો
2025-26માં તેલ કંપનીઓએ રોજ ₹116 કરોડનો નફો કર્યો, જ્યારે પાછલા નાણાકીય વર્ષમાં ક્રૂડ ઓઇલની કિંમત કોવિડ પછી સૌથી ઓછી રહી. ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ક્રૂડના ભાવ $126 સુધી પહોંચ્યા હતા, પરંતુ પછી $116 થયા. એજન્સીઓ મુજબ, કંપનીઓને દરરોજ ₹2,400 કરોડનું નુકસાન થયું, પેટ્રોલ પર ₹14 અને ડીઝલ પર ₹18 પ્રતિ લિટર. જોકે, 2025-26માં સરેરાશ ભાવ $71 રહ્યા. સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડી અને ડીઝલ નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધારીને આવક મેળવી.
તેલ કંપનીઓએ 2025-26માં રોજ ₹116 કરોડ નફો કમાયો
ક્રૂડ ઓઈલ $111 પાર, ગુજરાતમાં 1 મેના પેટ્રોલ-ડીઝલ ભાવ.
1 મે, 2026 ના રોજ તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના નવા દર જાહેર કર્યા. મધ્ય પૂર્વ તણાવ અને ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષને કારણે ક્રૂડ ઓઈલ $111 પાર થયું. તેમ છતાં, ભારતીય કંપનીઓએ સ્થાનિક ભાવ સ્થિર રાખી સામાન્ય જનતાને રાહત આપી. વૈશ્વિક બજારમાં 12% નો વધારો જોવા મળ્યો છે.
ક્રૂડ ઓઈલ $111 પાર, ગુજરાતમાં 1 મેના પેટ્રોલ-ડીઝલ ભાવ.
એર ઇન્ડિયા 100 ફ્લાઇટ્સ ઘટાડશે: ભાવ અને સ્પેરપાર્ટ્સની અછત.
એર ઇન્ડિયા ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં લગભગ 10%નો ઘટાડો કરશે. ટાટા ગ્રુપની આ એરલાઇન ઓક્ટોબરથી દરરોજ લગભગ 100 ફ્લાઇટ્સ બંધ કરશે. ફ્યુઅલની વધતી કિંમતો અને સ્પેરપાર્ટ્સની અછત મુખ્ય કારણ છે. આંતરરાષ્ટ્રીય રૂટ્સ, ખાસ કરીને ઉત્તર અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા સાથેના રૂટ્સ પર અસર થશે. મેટ્રો-ટુ-મેટ્રો ડોમેસ્ટિક રૂટ્સ પર પણ ફ્લાઇટ્સ ઘટશે, જેથી નફાકારક રૂટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય.
એર ઇન્ડિયા 100 ફ્લાઇટ્સ ઘટાડશે: ભાવ અને સ્પેરપાર્ટ્સની અછત.
મોરબીમાં ગેસ પુરવઠો પૂર્વવત, ટાઇલ્સનું નવું ઉત્પાદન મોંઘું થશે
અમેરિકા-ઈરાન યુદ્ધના વિરામ બાદ હોર્મુઝની ખાડીમાંથી ગેસ સપ્લાય પુનઃ શરૂ થતા મોરબીના સિરામિક ઉદ્યોગમાં ફરી ધમધમાટ જોવા મળી રહ્યો છે. ૧ મે સુધીમાં મોટાભાગની ફેક્ટરીઓ કાર્યરત થવાની અપેક્ષા છે, જોકે શ્રમિકોની અછતને લીધે પૂર્ણ ક્ષમતાએ ઉત્પાદન શરૂ થતા હજુ થોડો સમય લાગશે. ગેસના ભાવમાં થયેલા તોતિંગ વધારા અને રો-મટિરિયલ મોંઘા થવાને કારણે ટાઇલ્સના ભાવમાં ૩૫ થી ૪૦ ટકાનો વધારો થવાની શક્યતા છે. શ્રમિકો પરત ફર્યા બાદ ૫ મે સુધીમાં ઉદ્યોગ સંપૂર્ણપણે રાબેતા મુજબ થવાની આશા છે.
મોરબીમાં ગેસ પુરવઠો પૂર્વવત, ટાઇલ્સનું નવું ઉત્પાદન મોંઘું થશે
Amazon AI અસર: 30,000 છટણી બાદ 11,000ની ભરતી.
એમેઝોને છેલ્લા એક વર્ષમાં લગભગ 30,000 નોકરીઓમાં ઘટાડો કર્યો હતો. હવે, કંપની આશરે 11,000 નવા કર્મચારીઓની ભરતી કરવાની યોજના બનાવી રહી છે. આ બદલાવનું મુખ્ય કારણ AI છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ બે તબક્કામાં કર્મચારીઓ ઘટાડયા હતા. ૨૦૨૫ના અંતમાં લગભગ 14,000 અને જાન્યુઆરી 2026 માં આશરે 16,000 નોકરીઓ ઘટાડી હતી.
Amazon AI અસર: 30,000 છટણી બાદ 11,000ની ભરતી.
ચૂંટણી બાદ કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ₹993નો તોતિંગ વધારો.
દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ મોંઘવારીનો મોટો વિસ્ફોટ થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે. આ વધારા બાદ દિલ્હી સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો છે. જોકે, રાહતની વાત એ છે કે 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ચૂંટણી બાદ કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ₹993નો તોતિંગ વધારો.
ભાવનગર મહાપાલિકાને 10% રિબેટ યોજનાથી 107.60 કરોડની આવક
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ૧૦ ટકા રિબેટ યોજનાના અંતિમ દિવસે કરદાતાઓની ભારે ભીડ જોવા મળી હતી. છેલ્લા ૨૯ દિવસમાં ૧.૫૪ લાખથી વધુ કરદાતાઓએ કુલ રૂ. ૧૦૭.૬૦ કરોડનો વેરો ભરી ૧૦ થી ૧૨ ટકા સુધીના વળતરનો લાભ લીધો છે. માત્ર ગુરુવારે જ ૯,૦૩૭ લોકોએ રૂ. ૮.૩૪ કરોડની રકમ જમા કરાવી હતી. ઓનલાઇન પેમેન્ટ પર ૧૨ ટકા રિબેટ મળતું હોવાથી લોકોમાં ડિજિટલ પેમેન્ટનો ક્રેઝ વધ્યો છે. શુક્રવારથી હવે ૫ થી ૭ ટકા રિબેટની નવી યોજના અમલી બનશે.
ભાવનગર મહાપાલિકાને 10% રિબેટ યોજનાથી 107.60 કરોડની આવક
વાહનોમાં ૧૦૦% ઈથેનોલ બ્લેંડિંગ: સરકારની મોટી તૈયારી.
સરકાર ૧૦૦ ટકા ઈથેનોલ બ્લેંડિંગ કરવાની યોજના બનાવી રહી છે. હાલ ૨૦ ટકા બ્લેંડિંગથી ૧૦૦૦ લિટર ક્રૂડની બચત થાય છે. આથી ૧૦૦ ટકા બ્લેંડિંગથી મોટો ફાયદો થશે. પેટ્રોલની ઓળખ E10/E થી E10/E20 થશે, E85 અને E100 પણ સામેલ થશે. બાયોડીઝલ B10 થી B100 થશે. આ એનર્જી સેક્ટરમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે.
વાહનોમાં ૧૦૦% ઈથેનોલ બ્લેંડિંગ: સરકારની મોટી તૈયારી.
મેમરી ચીપ્સની અછત: ઈલેકટ્રોનિક્સ ઉત્પાદન પર ૧૦-૧૫% કાપ.
મેમરી ચીપ્સની પૂરવઠા અછતને કારણે ઈલેકટ્રોનિક્સ ઉત્પાદકોએ ઉત્પાદનમાં ૧૦-૧૫% ઘટાડો કર્યો છે. ટીવી, સ્માર્ટફોન્સ, સર્વર્સ, સેટ ટોપ બોકસના ઉત્પાદન પર અસર થઈ છે. આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (AI) માટે ચીપ્સની વધેલી માગને કારણે અછત ઊભી થઈ છે, અને વૈશ્વિક ઉત્પાદકો હાઈ બેન્ડવિડથ મેમરી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
મેમરી ચીપ્સની અછત: ઈલેકટ્રોનિક્સ ઉત્પાદન પર ૧૦-૧૫% કાપ.
AI બિઝનેસ ડેટિંગ પ્લેટફોર્મ ‘ડેટા સેતુ’ લોન્ચ: ટેક અને બિઝનેસ વચ્ચે સેતુ.
AI આધારિત ‘ડેટા સેતુ’ બિઝનેસ નેટવર્કિંગમાં ક્રાંતિ લાવશે. આ પ્લેટફોર્મ વ્યાવસાયિકો, ઉદ્યોગસાહસિકો અને સંસ્થાઓને યોગ્ય તક અને સચોટ જોડાણ પૂરૂં પાડશે. રૂપેશ શાહ અને હરદેવ વ્યાસ દ્વારા નિર્મિત, તે ટેકનોલોજી અને વાસ્તવિક બિઝનેસ જરૂરિયાતો વચ્ચેનો ગેપ દૂર કરશે. ‘બિઝનેસ ડેટિંગ પ્લેટફોર્મ’ તરીકે, તે AI અને ડેટા ઇન્સાઇટ્સ દ્વારા ઝડપી, અસરકારક અને પરિણામદાયક જોડાણો બનાવવામાં મદદ કરશે.
AI બિઝનેસ ડેટિંગ પ્લેટફોર્મ ‘ડેટા સેતુ’ લોન્ચ: ટેક અને બિઝનેસ વચ્ચે સેતુ.
વિશ્વ બજાર અને ઘરઆંગણે સોનાચાંદીમાં નીચા મથાળેથી સુધારો.
અમેરિકા-ઈરાન યુદ્ધના સંકેતનો અભાવ અને તણાવપૂર્ણ સ્થિતિને કારણે વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં સુધારો જોવા મળ્યો. આંતરરાષ્ટ્રીય બજારના પગલે ઘરેલું બજારમાં પણ કિંમતી ધાતુઓના ભાવ વધ્યા. ડોલર સામે રૂપિયાના ઘટાડાએ ઓલટાઈમ નીચી સપાટી દર્શાવી. આયાત પર કસ્ટમ ડ્યુટી ગણતરી માટે ટેરિફ વેલ્યુમાં ઘટાડો કરાયો છે, પરંતુ રૂપિયાની નબળાઈને કારણે તેની અસર નહિવત રહેશે.
વિશ્વ બજાર અને ઘરઆંગણે સોનાચાંદીમાં નીચા મથાળેથી સુધારો.
ક્રુડની આગ, રૂપિયાના પતને રોકાણકારોની મૂડીનું ધોવાણ
ઓપેકમાંથી UAEનું એક્ઝિટ અને ઈરાનના ઓઈલ સપ્લાય પર અમેરિકાના નિયંત્રણને કારણે ક્રુડ ઓઈલના ભાવમાં વધારો થયો. $122 નજીક પહોંચેલા બ્રેન્ટ ક્રુડ અને ડોલર સામે રૂપિયાના 95.20ના ઐતિહાસિક નીચા સ્તરે પહોંચવાને કારણે ભારતીય શેરબજારમાં મોટી ઘટાડો જોવા મળ્યો. FMCG, સિમેન્ટ, ઓટો, મેટલ, કેપિટલ ગુડ્સ, પાવર, ફાઇનાન્સ અને બેંકિંગ શેરોમાં ભારે ઘટાડો થયો.
ક્રુડની આગ, રૂપિયાના પતને રોકાણકારોની મૂડીનું ધોવાણ
દર્શકોના મગજ વાંચીને બનશે ફિલ્મો, સિનેમા લેબમાં અનોખું સંશોધન
બ્રિસ્ટલ યુનિવર્સિટીની સિનેમા લેબમાં દર્શકોની શારીરિક પ્રતિક્રિયાઓ, આંખ પટપટાવવાની ગતિવિધિ અને હૃદયના ધબકારા રેકોર્ડ કરાય છે. આ ડેટાના આધારે, સંશોધકો ભવિષ્યમાં વધુ આકર્ષક અને સાર્થક ફિલ્મો બનાવવા માટે મદદરૂપ થશે. આ ટેકનિક OTT, ગેમિંગ અને વર્ચ્યુઅલ રિયાલિટીમાં પણ બદલાવ લાવી શકે છે.
દર્શકોના મગજ વાંચીને બનશે ફિલ્મો, સિનેમા લેબમાં અનોખું સંશોધન
વાઇબ્રન્ટ કોન્ફરન્સ: GI ટેગ, નવી સ્માર્ટ GIDC અને વૈશ્વિક ભાગીદારી.
સુરત ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં CM ભૂપેન્દ્ર પટેલે કટ ડાયમંડ માટે GI ટેગ અને નવી સ્માર્ટ GIDCની જાહેરાત કરી. જાપાન, રવાન્ડા, યુક્રેન અને સિંગાપોર ભાગીદાર દેશો બન્યા, જે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે લઈ જશે.
વાઇબ્રન્ટ કોન્ફરન્સ: GI ટેગ, નવી સ્માર્ટ GIDC અને વૈશ્વિક ભાગીદારી.
હોર્મુઝના ઘેરાબંધી છતાં ભારતે એપ્રિલમાં 43 લાખ બેરલ ઓઇલ ખરીદ્યું.
ઇરાને ભારતે હોર્મુઝ બંધ હોવા છતાં પણ માર્ચની તુલનાએ એપ્રિલમાં મધ્યપૂર્વના દેશોમાંથી નોંધપાત્ર આયાત કરી છે. કોમોડિટી ફર્મ કેપ્લર મુજબ ભારતની રશિયન ઓઇલની આયાત માર્ચની તુલનાએ એપ્રિલમાં 21% ઘટી ગઈ હતી. ભારતે માર્ચમાં પ્રતિ દિન 19.8 લાખ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી હતી. તેની સામે એપ્રિલમાં 15.6 લાખ બેેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી છે. અહીં નોંધવાલાયક વાત એ છે કે ઘેરાબંધી છતાં પણ ભારતે એપ્રિલમા પ્રતિ દિન 43 લાખ બેરલની ક્રૂડ ઓઇલની આયાત કરી છે.
હોર્મુઝના ઘેરાબંધી છતાં ભારતે એપ્રિલમાં 43 લાખ બેરલ ઓઇલ ખરીદ્યું.
ક્રૂડ ઓઇલ ૧૨૬ ડોલર પાર, અમેરિકા ચિંતિત
અમેરિકા-ઇરાન વચ્ચેના તણાવને કારણે ક્રૂડ ઓઇલ ૧૨૬ ડોલરને પાર થયું છે. શાંતિમંત્રણા અટવાતા અને યુદ્ધનો અંત ન દેખાતા ક્રૂડના ભાવમાં ઉછાળો આવ્યો છે. અમેરિકાએ વિશ્વના દેશોને હોર્મુઝમાં આવનજાવન સુનિશ્ચિત કરવા આંતરરાષ્ટ્રીય જોડાણ બનાવવા સંદેશ મોકલ્યો છે. ભારતમાં ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થવાની ભીતિ છે.
ક્રૂડ ઓઇલ ૧૨૬ ડોલર પાર, અમેરિકા ચિંતિત
Apple iOS 27 અપડેટમાં મોટો બદલાવ: Siri હવે iPhone કેમેરામાં, Google Lensને ટક્કર
Apple આવનારા iOS 27 અપડેટમાં તેના Camera એપ માટે ખાસ Siri Mode પર કામ કરી રહ્યું છે. આ મોડ જ્યારે ચાલુ હશે ત્યારે Camera એપમાં shutter બટન પર Apple Intelligenceનું લોગો દેખાશે. તેના દ્વારા યુઝરને જાણ થશે કે Siri કામ કરી રહ્યું છે. Siri Mode સાથે જોડાતા Visual Intelligenceમાં કેટલાક નવા ફીચર્સ પણ ઉમેરાશે. તેમાં ફૂડના એટલે કે nutrition labels સ્કેન કરીને ડાયેટ સંબંધિત માહિતી સંગ્રહ કરવાની સુવિધા પણ હશે. iOS 27 સાથે આ સુવિધા વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે કારણ કે તેનો સમાવેશ મુખ્ય Camera ઈન્ટરફેસમાં જ કરવામાં આવશે.
Apple iOS 27 અપડેટમાં મોટો બદલાવ: Siri હવે iPhone કેમેરામાં, Google Lensને ટક્કર
ભારત-રશિયા સહિતના BRICS દેશો ટ્રમ્પને આપશે ઝટકો?
ભારતીય રૂપિયો ડોલર સામે 95ના સ્તરને પાર કરી જતાં ભારત હવે પોતાની આર્થિક સુરક્ષા માટે સજાગ થયું છે. RBIએ BRICS દેશો સાથે મળીને નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વિકસાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ નવી પેમેન્ટ સિસ્ટમનો ઉદ્દેશ્ય પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવતા પ્રતિબંધો અને અમેરિકી ડોલરની અસ્થિરતાના પ્રભાવને ઓછો કરવાનો છે. આ ફ્રેમવર્ક હેઠળ BRICS દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન અને UAE) સીમા-પારના વ્યવહારો સ્થાનિક ચલણમાં જ પતાવશે. આનાથી ડોલરમાં કન્વર્ટ કરવાની ફી બચશે અને પશ્ચિમી બેંકો પરની નિર્ભરતા ઘટશે.
ભારત-રશિયા સહિતના BRICS દેશો ટ્રમ્પને આપશે ઝટકો?
અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે પાકિસ્તાન બરબાદ થયું, ખુદ શાહબાઝ શરીફે દુનિયા સામે કબૂલ્યું
દેવાના બોજ તળે દબાયેલું પાકિસ્તાન હવે સંપૂર્ણપણે આર્થિક પાયમાલીના આરે આવી ગયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સૌથી ગંભીર અસર પાકિસ્તાનની અર્થતંત્ર પર પડી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતે વિશ્વ સમક્ષ કબૂલાત કરી છે કે ઈરાન યુદ્ધે દેશની અર્થતંત્રને લકવાગ્રસ્ત કરી દીધી છે. બુધવારે (29મી એપ્રિલ) આપેલા એક નિવેદનમાં શરીફે જણાવ્યું હતું કે પાકિસ્તાને છેલ્લા બે વર્ષમાં જે પણ આર્થિક સુધારા કર્યા હતા, તે યુદ્ધને કારણે ધૂળમાં મળી ગયા છે. પાકિસ્તાન દર અઠવાડિયે ઓઈલ પર આશરે 30 કરોડ US ડોલર ખર્ચતું હતું. આજે, આ રકમ વધીને 80 કરોડ US ડોલર થઈ ગઈ છે.
અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે પાકિસ્તાન બરબાદ થયું, ખુદ શાહબાઝ શરીફે દુનિયા સામે કબૂલ્યું
પાટણ સાયન્સ સેન્ટરમાં ફ્લાઈટ સિમ્યુલેટર: ચંદ્ર-મંગળની રોમાંચક સફર!
પાટણ રીજિયોનલ સાયન્સ સેન્ટરમાં હવે ફ્લાઈટ સિમ્યુલેટર દ્વારા ચંદ્ર અને મંગળની રોમાંચક સફરનો અનુભવ મળશે. અદ્યતન ટેકનોલોજી, 3D પ્રોજેક્શન અને સીટીંગ એરેન્જમેન્ટ સાથે, મુલાકાતીઓ અવકાશયાત્રી બનવાનો જીવંત અનુભવ મેળવશે. 1 મે થી શરૂ થનાર આ નવું આકર્ષણ સૌને વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ પ્રેરશે.
પાટણ સાયન્સ સેન્ટરમાં ફ્લાઈટ સિમ્યુલેટર: ચંદ્ર-મંગળની રોમાંચક સફર!
ઓપેકમાંથી UAE બહાર, ક્રુડ તેલના ભાવ ઊંચા રહેશે.
યુનાઈટેડ આરબ અમીરાત (UAE) દ્વારા ઓપેક (OPEC) સંગઠન છોડવાના નિર્ણય છતાં ક્રૂડ તેલના ભાવ પ્રતિ બેરલ ૧૧૧ ડોલરની આસપાસ ઊંચા રહેવાની શક્યતા છે. પશ્ચિમ એશિયામાં હોર્મુઝ ખાડી બંધ થવાને કારણે પુરવઠામાં અવરોધ, ભૌગોલિક રાજકીય જોખમો અને જહાજોની અછત જેવી સ્થિતિમાં આ ભાવમાં તાત્કાલિક ઘટાડો નહીં થાય તેમ બજારના વર્તુળો માને છે. અખાત સિવાયના દેશોમાં નીચું રોકાણ અને વૈશ્વિક સ્તરે તેલની જળવાયેલી માંગ પણ ભાવ વધારાને ટેકો આપી રહી છે, જે લાંબા ગાળે બજારને અસર કરશે.
ઓપેકમાંથી UAE બહાર, ક્રુડ તેલના ભાવ ઊંચા રહેશે.
ઓટો ક્ષેત્રે ચીન અને ભારતનો ઝડપી વિકાસ, યુરોપ અને યુએસ કરતાં આગળ
વર્ષ ૨૦૨૫માં વૈશ્વિક વાહન બજારના વિકાસમાં એશિયા-પેસિફિક ક્ષેત્ર, ખાસ કરીને ભારત અને ચીન મુખ્ય ચાલક બળ તરીકે ઉભરી આવ્યા છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ મોટર વ્હીકલ મેન્યુફેક્ચરર્સ અનુસાર, વૈશ્વિક ઉત્પાદન અને વેચાણમાં અનુક્રમે ૩.૯% અને ૪.૭% નો વધારો થયો છે. જોકે, આ વૃદ્ધિ સમાન નથી; એશિયામાં ઉત્પાદનમાં ૭.૬% નો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે યુરોપ અને અમેરિકાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ઓટોમોબાઈલ ક્ષેત્રે પશ્ચિમી દેશોની સરખામણીએ એશિયાઈ દેશો વર્ચસ્વ જમાવી રહ્યા છે.
ઓટો ક્ષેત્રે ચીન અને ભારતનો ઝડપી વિકાસ, યુરોપ અને યુએસ કરતાં આગળ
સેન્સેક્સ 609 પોઈન્ટ વધીને 77496
આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન-અમેરિકાની મડાગાંઠ અને યુ.એ.ઈ.ના ઓપેકમાંથી બહાર નીકળવા છતાં, ક્રૂડ ઓઈલના વધતા ભાવ વચ્ચે ભારતીય શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી હતી. રિલાયન્સ અને આઈટીસી જેવા શેરોમાં ફંડોની ખરીદી તેમજ મારૂતિ સુઝુકીના સારા ડિવિડન્ડને કારણે બજાર ઉચકાયું હતું. આઈટી અને મેટલ શેરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો, જોકે પાવર શેરોમાં નફો બુક થયો હતો. સેન્સેક્સ ૬૦૯ પોઈન્ટ વધીને ૭૭,૪૯૬ પર અને નિફ્ટી ૧૮૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪,૧૭૭ પર બંધ રહ્યો હતો.
સેન્સેક્સ 609 પોઈન્ટ વધીને 77496
ઇરાન યુદ્ધ વચ્ચે પ્રથમ LNG ટેન્કર ભારત પહોંચ્યું.
ફેબ્રુઆરીમાં અમેરિકા-ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ હોર્મુઝની ખાડીમાં જહાજોની અવરજવર અટકી પડી હતી, પરંતુ તાજેતરમાં ૧.૩૫ લાખ ઘનમીટરની ક્ષમતા ધરાવતું પ્રથમ LNG ટેન્કર આ ખાડી પાર કરી ભારત નજીક પહોંચ્યું છે. આ જહાજે હોર્મુઝ પાર કરવા માટે સંભવતઃ પોતાનું સિગ્નલ બંધ કરવાની પદ્ધતિ અપનાવી હતી, જેથી તે રાડારમાં પકડાયા વિના સલામત રીતે નીકળી શક્યું. યુદ્ધના લાંબા ગાળા બાદ આ સફળતા મળતા હવે તે ભારત પહોંચવાની તૈયારીમાં છે, જે ઉર્જા પુરવઠા માટે મહત્વના સંકેત આપે છે.