સુપ્રીમ કોર્ટની ચેતવણી: AIથી ખોટા કેસ ટાંકવા એ ભૂલ નહીં, પરંતુ ગેરરીતિ ગણાશે.
સુપ્રીમ કોર્ટની ચેતવણી: AIથી ખોટા કેસ ટાંકવા એ ભૂલ નહીં, પરંતુ ગેરરીતિ ગણાશે.
Published on: 03rd March, 2026

સુપ્રીમ કોર્ટે AIના જોખમી ઉપયોગ સામે કડક વલણ અપનાવ્યું છે. AIથી જનરેટ થયેલા ખોટા કેસ ટાંકવાને ગેરરીતિ ગણવામાં આવશે. આંધ્ર પ્રદેશના એક કેસમાં ટ્રાયલ કોર્ટે ચુકાદામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી બનાવેલા અસ્તિત્વ વગરના ચાર કેસ ટાંક્યા હતા. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી ભારતીય ન્યાયતંત્રમાં AIના ઉપયોગ અંગે સ્પષ્ટતા થશે.