ગૌતમ અદાણીનું સ્વદેશી AI મોડેલ્સ વિશે મોટું નિવેદન: ભારત AI યુગમાં વર્લ્ડ લીડર બનશે.
ગૌતમ અદાણીનું સ્વદેશી AI મોડેલ્સ વિશે મોટું નિવેદન: ભારત AI યુગમાં વર્લ્ડ લીડર બનશે.
Published on: 28th December, 2025

અદાણીએ બારામતીમાં 'શરદ પવાર સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' (CoE-AI)નું ઉદ્ઘાટન કર્યું. તેમણે યુવાધનને AI યુગમાં વર્લ્ડ લીડર બનવાનું આહ્વાન કર્યું, અને સ્વદેશી AI મોડેલ્સ વિકસાવવા પર ભાર મૂક્યો. અદાણી ગ્રુપ ડેટા સેન્ટર્સ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરી રહ્યું છે, અને Google-Microsoft સાથે મળીને ભારતને AI હબ બનાવવા કાર્યરત છે. CoE-AI કૃષિ, આરોગ્ય અને ઉદ્યોગ ક્ષેત્રે AIના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે.