મેટા સ્માર્ટ ગ્લાસિસ યુઝરની જાણ વિના ઓડિયો રેકોર્ડ કરતા હોવાની ફરિયાદો
કેલિફોર્નિયા સ્થિત મેટા કંપનીના સ્માર્ટ ગ્લાસિસ યુઝરની જાણ બહાર ઓડિયો રેકોર્ડ કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. કેટલાક યુઝર્સે દાવો કર્યો છે કે, AI આસિસ્ટન્ટ એક્ટિવ ન હોવા છતાં પણ ગ્લાસિસ વાતચીત રેકોર્ડ કરી રહ્યા છે. આ રેકોર્ડ થયેલ ઓડિયો અને ટ્રાન્સક્રિપ્ટ મેટા AI એપમાં જોવા મળ્યા છે, જેનાથી યુઝર્સની પ્રાઈવસી જોખમાઈ રહી છે.
