સુરત મનપાના સીલિંગનો ભાંડો ફૂટ્યો: DGVCLના વીજબીલથી ગેરકાયદે ફેક્ટરીઓનો પર્દાફાશ
સુરત મનપા દ્વારા રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ધમધમતી કોટેજ ઇન્ડસ્ટ્રીઝને સીલ કર્યા બાદ પણ હજારો રૂપિયાના વીજળી બિલ આવતા સ્થાનિકોએ સ્ટિંગ ઓપરેશન કરી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. DGVCLના બિલો દર્શાવે છે કે સીલ કરાયેલા એકમોમાં એમ્બ્રોઇડરી મશીનો ચાલુ છે. રહીશોએ કલેક્ટરના આદેશ છતાં માત્ર દેખાડા પૂરતી સીલિંગ અને અધિકારીઓની મિલીભગતનો આરોપ લગાવ્યો છે. કડક કાર્યવાહી નહીં થાય તો ગાંધીનગર અને હાઈકોર્ટમાં લડતની ચીમકી ઉચ્ચારાઈ છે.
