લુણાવાડા હાઈવે પર ઓઇલ ઢોળાતા અકસ્માતનો ખતરો ટળ્યો, પોલીસ-ફાયર વિભાગની સરાહનીય કામગીરી
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં હાલોલ–શામળાજી હાઈવે પર રવિવારે રાત્રે અજાણ્યા વાહનમાંથી ઓઇલ ઢોળાતા અકસ્માતનો ભય સર્જાયો હતો. ઓઇલ ફેલાતા કેટલાક વાહનચાલકો લપસ્યા હતા, પરંતુ કોઈ જાનહાનિ થઈ નહોતી. લુણાવાડા ટાઉન પોલીસ, ટ્રાફિક પોલીસ અને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, માટી નાખી રસ્તો સાફ કર્યો અને વાહનવ્યવહાર પુનઃ શરૂ કર્યો.
