પર્યુષણ પર્વે વલસાડમાં તપસ્વીઓના સન્માનમાં ભવ્ય શોભાયાત્રા
પર્યુષણ પર્વે વલસાડમાં તપસ્વીઓના સન્માનમાં ભવ્ય શોભાયાત્રા
Published on: 18th September, 2026

વલસાડમાં પર્યુષણ પર્વ અને વર્ધમાન તપ દરમિયાન 48 તપસ્વીઓએ અઠ્ઠાઇ, 11 દિવસ, સોળભત્તુ અને માસક્ષમણ જેવા કઠોર ઉપવાસ કર્યા. છેલ્લા 6 મહિનાથી 285 આરાધકો વર્ષોતપની તપશ્ચર્યા કરી રહ્યા છે. આ તમામ તપસ્વીઓના સન્માનમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. શોભાયાત્રા દરમિયાન સાંસદ ધવલ પટેલ અને સોનલ સોલંકીએ પ્રાસંગિક વક્તવ્યો આપ્યા. આ રથયાત્રામાં જૈન સમાજના અનેક આગેવાનો, ટ્રસ્ટીઓ, ભાઇઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.