શિવલિંગ પર સૌપ્રથમ શું ચઢાવવું, જળ, દૂધ કે પંચામૃત?
શિવલિંગ પર સૌપ્રથમ શું ચઢાવવું, જળ, દૂધ કે પંચામૃત?
Published on: 31st July, 2026

શ્રાવણ માસમાં શિવલિંગ પૂજાનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રો અને શિવપુરાણ અનુસાર, પૂજાની યોગ્ય પદ્ધતિ અનુસરવાથી પૂજાનું ફળ મળે છે. સૌપ્રથમ શિવલિંગને શુદ્ધ જળ કે ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ, જે શુદ્ધિકરણ દર્શાવે છે. ત્યારબાદ દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી બનેલા પંચામૃતનો અભિષેક કરવો જોઈએ. પંચામૃત પછી ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું. અંતે બીલીપત્ર અને ચંદન અર્પણ કરીને પૂજા પૂર્ણ થાય છે.