સાળંગપુરમાં હોળી નિમિત્તે દાદાને એમ્બ્રોઇડરી વાઘા અને સિંહાસને ગુલાબથી શણગાર કરાયો.
સાળંગપુરમાં હોળી નિમિત્તે દાદાને એમ્બ્રોઇડરી વાઘા અને સિંહાસને ગુલાબથી શણગાર કરાયો.
Published on: 02nd March, 2026

સ્વામિનારાયણ મંદિર સંચાલિત સાળંગપુરધામમાં હોળી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા પહેરાવાયા અને ગુલાબના ફૂલોથી શણગાર કરાયો. પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી. દાદાને રંગો અને પીચકારીઓ ધરાવવામાં આવી. 3 માર્ચે 2026ના રોજ 51,000 કિલો ઓર્ગેનિક રંગોથી રંગોત્સવની ઉજવણી થશે. અને ભક્તો સેવામાં જોડાયા છે.