સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ મંદિરે વડાપ્રધાન મોદીના જન્મદિવસે અદભૂત શણગાર
સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ મંદિરે વડાપ્રધાન મોદીના જન્મદિવસે અદભૂત શણગાર
Published on: 18th September, 2026

સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે દાદાને ગુલાબી અને સફેદ કમળ ફૂલોના આકર્ષક વાઘા પહેરાવી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. ગર્ભગૃહમાં અયોધ્યાના શ્રી રામ મંદિર, સોમનાથ, પાવાગઢ, કેદારનાથ અને કાશી વિશ્વનાથ મંદિરોના પ્રતિકો સાથે રાષ્ટ્રની પ્રગતિ અને સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી દર્શાવાઈ હતી. આ પ્રસંગે સેવા, સંકલ્પ અને સમર્પણ ભાવ સાથે 11,111 દીવડાઓ પ્રગટાવી ભવ્ય સમૂહ સંધ્યા આરતી અને શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો.