ભાવનગરમાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી: શોભાયાત્રા નીકળશે, યુવાનો કેસરીયા વાઘામાં જોડાશે.
ભાવનગરમાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી: શોભાયાત્રા નીકળશે, યુવાનો કેસરીયા વાઘામાં જોડાશે.
Published on: 19th April, 2026

પાલીવાલ બ્રહ્મ સમાજ દ્વારા ભાવનગરમાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે વિશાળ મહાશોભાયાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રા તા. 19 એપ્રિલ 2026, રવિવારે સવારે 8 કલાકે સદગુરુ આશ્રમથી શરૂ થશે અને શિવકુંજ આશ્રમ ખાતે વિરામ લેશે, જ્યાં મહાપ્રસાદની વ્યવસ્થા છે. આ યાત્રામાં અંદાજે 2500 યુવાનો કેસરીયા વાઘામાં જોડાશે, સાથે સંતશ્રીનો રથ, નવદુર્ગાઓ અને 'ફરસી' સાથેનો ભવ્ય રથ આકર્ષણનું કેન્દ્ર રહેશે. જેમાં તમામ હિંદુ પરિવારો જોડાશે.