કૈયલ ગામથી અંબાજી પગપાળા સંઘ રવાના
કૈયલ ગામથી અંબાજી પગપાળા સંઘ રવાના
Published on: 20th September, 2026

કડી તાલુકાના કૈયલ ગામેથી દર વર્ષની પરંપરા મુજબ, અંબાજી માતાના દર્શનાર્થે ભવ્ય પગપાળા સંઘ શનિવારે વહેલી સવારે રવાના થયો. યાત્રાના પ્રારંભ પૂર્વે માતાજીની આરતી અને પૂજા-અર્ચના બાદ, મોટી સંખ્યામાં ભક્તો 'બોલ મારી અંબે, જય જય અંબે'ના જયઘોષ સાથે અંબાજી તરફ્ પગપાળા પ્રસ્થાન કર્યું. ભક્તોના ઉત્સાહ અને ભજન-કીર્તનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પદયાત્રા પાંચ દિવસમાં પૂર્ણ થશે, જેમાં ભક્તો માતાજીના દર્શન કરી ધજા ચડાવશે અને પરિવાર તથા ગામમાં સુખ-શાંતિ માટે પ્રાર્થના કરશે.