Jammu Kashmir: સંગ્રહાલય, રોજગાર અને તીર્થયાત્રા સુધારણા, બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા.
Jammu Kashmir: સંગ્રહાલય, રોજગાર અને તીર્થયાત્રા સુધારણા, બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા.
Published on: 08th February, 2026

જમ્મુ કાશ્મીરમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાની અધ્યક્ષતામાં શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડની બેઠકમાં યાત્રાળુ સુવિધા, સ્થાનિક રોજગાર, પ્રાદેશિક વિકાસના નિર્ણયો લેવાયા. માતા દેવી શક્તિના આધ્યાત્મિક વારસાને સમર્પિત આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંગ્રહાલય બનશે. લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ થશે. NEET coaching સેન્ટરો યુવાનોને ભણાવશે. પુનર્વસન યોજના પણ અમલમાં આવશે. સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરવા સ્વ-સહાય જૂથોને પ્રાથમિકતા મળશે.