પાલીતાણાના કદમગીરી ડુંગર પર પવિત્ર કમળાઈ હુતાસણી પ્રગટાવાઇ
પાલીતાણાના કદમગીરી ડુંગર પર પવિત્ર કમળાઈ હુતાસણી પ્રગટાવાઇ
Published on: 02nd March, 2026

પાલીતાણાના કદમગીરી ગામે કમળાઈ માતાજીના સાનિધ્યમાં દર વર્ષે હોળીની ઉજવણી થાય છે. ભક્તો હુતાસણી ફરતે પ્રદક્ષિણા કરે છે અને દર્શન માટે ઉમટી પડે છે. નવ પરિણીત દંપતીઓ શ્રીફળની આહુતિ આપે છે. કમળા હુતાસણીનું આયોજન વૈશ્વિક કોળાંબા ધામ ખાતે થાય છે, જ્યાં બજરંગદાસ બાપાએ સાધના કરી હતી. ભાવનગર જીલ્લામાં આ એકમાત્ર ધામ છે.