આણંદમાં પર્યુષણ પર્વની ભવ્ય પૂર્ણાહુતિ
આણંદમાં પર્યુષણ પર્વની ભવ્ય પૂર્ણાહુતિ
Published on: 18th September, 2026

અનંત નિર્જરાલક્ષી ચાતુર્માસ-2026 અંતર્ગત પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે આણંદમાં તપસ્વીઓનો ભવ્ય રાજાશાહી વરઘોડો યોજાયો હતો. આણંદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા આયોજિત શોભાયાત્રામાં વિવિધ ગચ્છના જૈન સમાજે મોટી સંખ્યામાં જોડાઈ તપસ્વીઓની અનુમોદના કરી હતી. મહાવીર પરમાત્માને ભવ્ય બગીમાં બિરાજમાન કરાવી નગરચર્ચા કરાવવામાં આવી. તપસ્વીઓ માટે સાત ભવ્ય બગીઓ, શણગારેલા વાહનો, બેન્ડ વાજા, નાસિક ઢોલ અને શરણાઈએ મુખ્ય રાજમાર્ગોને ભક્તિમય બનાવ્યા. શ્રાવક-શ્રાવિકાઓએ ભાવપૂર્વક અનુમોદના કરી. વરઘોડો પરત ફર્યા બાદ વિશાળ સ્વામીવાત્સલ્ય યોજાયું, જેમાં ૧,૪૦૦ થી ૧,૫૦૦ શ્રાવક-શ્રાવિકાઓએ પ્રસાદનો લાભ લીધો. આ આયોજન ભક્તિ, તપ અને સામાજિક એકતાનો યાદગાર પ્રસંગ બની રહ્યો.