વાંસદામાં પર્યુષણ પર્વની ભક્તિમય ઉજવણી
વાંસદામાં પર્યુષણ પર્વની ભક્તિમય ઉજવણી
Published on: 18th September, 2026

વાંસદા ખાતે પયુષણ પર્વ નિમિત્તે જૈન સમાજ દ્વારા ભક્તિમય માહોલમાં તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. શ્રાવક-શ્રાવિકાઓએ મંદિરે દર્શન-પૂજન કર્યા બાદ, ભગવાનને શણગારેલા રથમાં બિરાજમાન કરી ભક્તિ ગીતો અને સંગીતના સથવારે નગરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા કાઢી. આ શોભાયાત્રામાં અનેક પરિવારોએ રથની પૂજા કરી સ્વાગત કર્યું. યુવાનો દ્વારા ખેંચાયેલા રથમાં જૈન અગ્રણીઓ, મહિલાઓ અને બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ પર્વ આત્મશુદ્ધિ, સંયમ, તપ અને ક્ષમાભાવનાનું પ્રતિક છે.