ઉપલેટા તાલુકા પંચાયતમાં 'આપ'ના એકમાત્ર ઉમેદવાર ભાજપમાં જોડાયા.
ઉપલેટા તાલુકા પંચાયતમાં 'આપ'ના એકમાત્ર ઉમેદવાર ભાજપમાં જોડાયા.
Published on: 02nd May, 2026

તાજેતરની ચૂંટણીના પરિણામોમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને 8-8 બેઠકો મળી હતી. બહુમતી માટે કુલ 9 બેઠકોની જરૂરિયાત હતી, જે બંને પક્ષો પાસે નહોતી. આવા સમયે મોટી પાનેલી બેઠક પરથી વિજયી બનેલા આપના ઉમેદવાર ચંદુભાઈ જાદવ કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા હતા. તેઓ જે પક્ષને સમર્થન આપે તેની સરકાર બને તેમ હતી. અંતે ચંદુભાઈએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લેતા ભાજપનું સંખ્યાબળ 9 થઈ ગયું છે, જ્યારે કોંગ્રેસ 8 બેઠકો સાથે વિપક્ષમાં બેસશે.