મહિલાઓ વિરુદ્ધ અપમાનજનક ભાષા સહન નહીં કરું: CM વિજય
મહિલાઓ વિરુદ્ધ અપમાનજનક ભાષા સહન નહીં કરું: CM વિજય
Published on: 07th September, 2026

તમિલનાડુના સીએમ વિજયે વિધાનસભામાં જણાવ્યું કે મહિલાઓ અને બાળકોની સુરક્ષા સરકારની પ્રાથમિકતા છે. મહિલાઓ વિરુદ્ધ કોઈપણ અપમાનજનક ભાષા સહન કરાશે નહીં. આ નિવેદન વિરોધ પક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિન દ્વારા અભિનેત્રી ત્રિશા પર કરાયેલી વાંધાજનક ટિપ્પણીના વિવાદ વચ્ચે આવ્યું છે. ઉદયનિધિની પોલીસે 4 ઓગસ્ટે પૂછપરછ કરી, પરંતુ મદ્રાસ હાઈકોર્ટના આદેશ બાદ મુક્ત કરાયા. વિકાસ માટે કાયદો અને વ્યવસ્થા જાળવવી જરૂરી છે, અને પોલીસનું કાર્ય માત્ર આરોપીઓને પકડવાનું નથી, પણ રાજ્યના વિકાસનો પાયો મજબૂત કરવાનું પણ છે.