સુરતમાં મનપાની નહીં, પારસી સમાજની પ્રોપર્ટી પર બુલડોઝર
સુરતમાં મનપાની નહીં, પારસી સમાજની પ્રોપર્ટી પર બુલડોઝર
Published on: 25th June, 2026

સુરતની નાસીરનગરમાં થયેલા ગેરકાયદેસર ડિમોલિશન મામલે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ સુરત મનપાના અધિકારીઓને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, જ્યાં બુલડોઝર ચાલ્યા તે જમીન મનપાની નહીં, પરંતુ પારસી સમાજની ખાનગી પ્રોપર્ટી છે. તેમણે નકશા અને રેકોર્ડ રજૂ કરીને જણાવ્યું કે આ ડિમોલિશન 40 ફૂટ રોડ બનાવવાના બહાને કરાયું હતું, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. જો હિંમત હોય તો કમિશનર 40 ફૂટનો રોડ બનાવી બતાવે. આ મામલે રચાયેલી SITના વડા મીના ગજ્જર મીડિયાના પ્રશ્નોના જવાબ ટાળી ફક્ત 'થેન્ક્યુ' કહી રહ્યા છે, જેનાથી શંકા વધુ ઘેરી બની છે.