લોધિકા ખરીદ વેચાણ સંઘની 5 બેઠકો પર ભાજપના બે જૂથો વચ્ચે નિર્ણાયક ચૂંટણી
લોધિકા ખરીદ વેચાણ સંઘની 5 બેઠકો પર ભાજપના બે જૂથો વચ્ચે નિર્ણાયક ચૂંટણી
Published on: 08th September, 2026

રાજકોટ સ્થિત લોધિકા ખરીદ વેચાણ સંઘની 5 બેઠકો માટે આજે ચૂંટણી યોજાઇ, જેમાં ભાજપના જ બે જૂથો વચ્ચે સીધો જંગ ખેલાયો. 10 બેઠકો બિનહરીફ થયા બાદ, બાકીની 5 બેઠકો પર સહકારી ક્ષેત્રમાં દબદબો જમાવવા માટે જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટના જૂથો સામસામે આવ્યા. ભાજપ દ્વારા જાહેર કરાયેલા કડક વ્હીપ વચ્ચે 21 મતદારોએ મતદાન કર્યું. પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને માધાપર બેઠકના ઉમેદવાર પૃથ્વીસિંહ જાડેજા સહિત દિગ્ગજ નેતાઓ આ મતદાન પ્રક્રિયામાં જોડાયા. આ ચૂંટણી પરિણામો સહકારી ક્ષેત્રમાં સ્થાનિક રાજકીય જૂથોનું વર્ચસ્વ નક્કી કરશે.