ગુજરાતની 14534 પંચાયતમાંથી માત્ર 75ને 'એ' ગ્રેડ
ગુજરાતની 14534 પંચાયતમાંથી માત્ર 75ને 'એ' ગ્રેડ
Published on: 05th August, 2026

કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલયના 'પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ' મુજબ, ગુજરાતની 14,534 ગ્રામ પંચાયતોમાંથી માત્ર 75 પંચાયતો જ સર્વોચ્ચ 'એ' ગ્રેડ મેળવી શકી છે. આ ગ્રેડિંગમાં ગરીબી મુક્તિ, આજીવિકા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી, સ્વચ્છતા, આરોગ્ય, મહિલા-બાળ કલ્યાણ અને સુશાસન જેવા માપદંડો ધ્યાનમાં લેવાયા હતા. તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા જેવા રાજ્યો ગુજરાત કરતાં ઘણા આગળ છે. જ્યારે ગુજરાતમાં 11,873 પંચાયતો 'બી' અને 2,781 'સી' ગ્રેડમાં છે, જે પાયાની સુવિધાઓમાં ઉદાસીનતા દર્શાવે છે.