વડાપ્રધાન મોદીના જન્મદિવસે નડિયાદમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા
વડાપ્રધાન મોદીના જન્મદિવસે નડિયાદમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા
Published on: 18th September, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષની જનસેવા નિમિત્તે નડિયાદમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા. ગુરુવારે પોલીસ કોમ્યુનિટી હોલ અને આયુર્વેદ કોલેજમાં રકતદાન કેમ્પ યોજાયા, જેમાં પોલીસ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ કેમ્પોમાં 70 જેટલી બ્લડબેગ એકત્રિત થઈ. ધારાસભ્ય પંકજ દેસાઇ, જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાય અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આયુર્વેદ કોલેજમાં મહામૃત્યુંજય યજ્ઞ અને થીમ આધારિત રંગોળી પણ દોરવામાં આવી હતી.