સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ ભુજ નગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ
સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ ભુજ નગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ
Published on: 20th August, 2026

ભુજ નગરપાલિકા દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ફૂટપાથ અને ડિવાઇડર પર થયેલા દબાણોને દૂર કરવાની ઝુંબેશ શરૂ કરાઈ છે. આ ઝુંબેશ અંતર્ગત અનેક વિસ્તારોમાં રેકડી-પાથરણા ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે. જોકે, વર્ષોથી ધંધો કરતા નાના વેપારીઓ વૈકલ્પિક જગ્યાની માંગ કરી રહ્યા છે, કારણ કે યોગ્ય વ્યવસ્થા વગર તેમની રોજી-રોટી પર ગંભીર અસર થશે. પાલિકા દ્વારા હોકર્સ ઝોન માટે જગ્યાની પસંદગી પર વિચારણા ચાલી રહી છે, પરંતુ જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ મુદ્દો યક્ષપ્રશ્ન બની રહેશે.