મહેસાણામાં આધુનિક IT હબ સ્થાપવા લોકસભામાં સાંસદની માંગ
મહેસાણામાં આધુનિક IT હબ સ્થાપવા લોકસભામાં સાંસદની માંગ
Published on: 01st August, 2026

ઉત્તર ગુજરાતના મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને શૈક્ષણિક કેન્દ્ર મહેસાણામાં આધુનિક Information Technology (IT) હબ સ્થાપવાની માંગ લોકસભામાં સાંસદ હરીભાઈ પટેલે રજૂ કરી. સ્થાનિક શિક્ષિત યુવાનો રોજગારી માટે અન્ય શહેરોમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. IT હબ, IT પાર્ક, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાર્ટઅપ ઈન્ક્યુબેશન સેન્ટર, R&D સુવિધાઓ અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર વિકસાવવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિકાસને નવી દિશા મળશે. આનાથી યુવાનોને ઘરઆંગણે રોજગારી, ઉદ્યોગ સાહસિકતાને વેગ, ખાનગી રોકાણ અને સંતુલિત આર્થિક વિકાસ શક્ય બનશે.