E20 સસ્તું કરો, શુદ્ધ પેટ્રોલનો વિકલ્પ આપો: કેજરીવાલની 3 મોટી માંગણીઓ
E20 સસ્તું કરો, શુદ્ધ પેટ્રોલનો વિકલ્પ આપો: કેજરીવાલની 3 મોટી માંગણીઓ
Published on: 01st August, 2026

દિલ્હીમાં AAP દ્વારા આયોજિત ટાઉનહોલ મીટિંગમાં, E20 ફ્યુઅલ મુદ્દે ચર્ચા બાદ અરવિંદ કેજરીવાલે સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરી. તેમણે પેટ્રોલ પંપ પર ગ્રાહકોને શુદ્ધ પેટ્રોલ અને E20 ફ્યુઅલ વચ્ચે પસંદગીનો વિકલ્પ આપવાની, E20 ઇંધણની કિંમત શુદ્ધ પેટ્રોલ કરતાં ઓછી રાખવાની, અને વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા પેટ્રોલની રિટેલ કિંમત 84 રૂપિયા પ્રતિ લીટરથી ઓછી કરવાની માંગ કરી. કેજરીવાલે આક્ષેપ કર્યો કે, અમેરિકાના દબાણમાં E20 લાગુ કરાઈ રહ્યું છે, જેનાથી માઇલેજ ઘટે છે અને વાહનોને નુકસાન થાય છે.