જુલાઈમાં GST કલેક્શનમાં રેકોર્ડબ્રેક 15.4%નો ઉછાળો, ₹2.11 લાખ કરોડથી વધુની આવક
જુલાઈમાં GST કલેક્શનમાં રેકોર્ડબ્રેક 15.4%નો ઉછાળો, ₹2.11 લાખ કરોડથી વધુની આવક
Published on: 01st August, 2026

ભારતમાં આર્થિક ગતિવિધિઓ અને ખરીદીમાં થયેલા મોટા ઉછાળાને કારણે સરકારની આવકમાં જબરદસ્ત વધારો થયો છે. જુલાઈ 2026 માં, દેશનું ગ્રોસ GST કલેક્શન 15.4% ના વધારા સાથે ₹2.11 લાખ કરોડના સ્તરે પહોંચી ગયું છે. આ છેલ્લા 14 મહિનામાં ટેક્સ સંગ્રહમાં જોવા મળેલો સૌથી ઝડપી ગ્રોથ છે. આયાત પરના GST કલેક્શનમાં 28.8% નો ભારે ઉછાળો જોવા મળ્યો છે, જે 66,511 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. આ મજબૂત આંકડા દેશની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે.