મહીસાગર: જિલ્લા અને 8 તાલુકા પંચાયત પ્રમુખ માટે ભાજપની કવાયત.
મહીસાગર: જિલ્લા અને 8 તાલુકા પંચાયત પ્રમુખ માટે ભાજપની કવાયત.
Published on: 03rd May, 2026

મહીસાગર જિલ્લામાં આગામી અઢી વર્ષના શાસન માટે જિલ્લા પંચાયત અને 8 તાલુકા પંચાયતોમાં પ્રમુખના નામો નક્કી કરવા ભાજપ દ્વારા કવાયત તેજ કરાઈ છે. લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ, જેમાં વરિષ્ઠ નિરીક્ષકોએ કાર્યકરો અને હોદ્દેદારોનો મિજાજ પારખ્યો. પ્રદેશ ભાજપના ત્રણ નિરીક્ષકોએ ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે વ્યક્તિગત અને સામુહિક ચર્ચા કરી દાવેદારોની રજૂઆતો સાંભળી. જિલ્લા પંચાયતનું પદ પ્રતિષ્ઠાનો જંગ છે. નિરીક્ષકો પેનલ તૈયાર કરી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપશે.