હળવદ નદી કાંઠેથી 1 વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો.
હળવદ નદી કાંઠેથી 1 વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો.
Published on: 03rd May, 2026

હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે બ્રાહ્મણી નદીના કાંઠા નજીક આવેલા સ્મશાન પાસેથી એકાદ વર્ષના અજાણ્યા બાળકનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવની જાણ થતા હળવદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો. હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ અંગે નોંધ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા મૃતક બાળકની ઓળખ મેળવવા અને તેના વાલી-વારસને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગેની વધુ તપાસ પીએસઆઇ એ.બી. મિશ્રા ચલાવી રહ્યા છે.