વડોદરા જિલ્લા ભાજપમાં ઉકળાટ,એક હોદ્દેદારના વર્તનથી કાર્યકરો નારાજ.
વડોદરા જિલ્લા ભાજપમાં ઉકળાટ,એક હોદ્દેદારના વર્તનથી કાર્યકરો નારાજ.
Published on: 17th June, 2026

ભરૃચમાં  ભાજપની આંતરિક જૂથબંધી ખુલ્લી પડયા બાદ વડોદરામાં પણ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેનો ગજગ્રાહ આગામી દિવસોમાં વધે તેવા એંધાણ દેખાઇ રહ્યા છે.વડોદરા જિલ્લા ભાજપમાં સંગઠનના એક હોદ્દેદારની વર્તણૂક કાર્યકરોમાં ચર્ચાનો વિષય બની છે.પોતે સંસદ સભ્યના ઉમેદવાર થવાને લાયક છે,નરેન્દ્ર મોદીની એપોઇન્ટમેન્ટ માગી છે,કાર્યક્રમમાં કોણ હાજર રહેશે તે અમે નક્કી કરીશું..જેવા મુદ્દાને કારણે સંગઠનના હોદ્દેદાર ચર્ચામાં આવ્યા છે.