'દાનની ચોરી તો થઈ છે', બ્રિજભૂષણ ખુલીને સામે આવ્યા.
'દાનની ચોરી તો થઈ છે', બ્રિજભૂષણ ખુલીને સામે આવ્યા.
Published on: 17th June, 2026

અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપો પર ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે મૌન તોડતાં સ્વીકાર્યું છે કે આ આક્ષેપોમાં સચ્ચાઈ છે. તેમણે રામ મંદિર આંદોલન સાથેના પોતાના જૂના સંબંધોને યાદ કરી જણાવ્યું કે, રામ ભક્તો અને સંતો દ્વારા ઉઠાવાયેલા સવાલો ગંભીર છે, જેનાથી ભક્તોને આઘાત લાગ્યો છે. બ્રિજભૂષણે આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે. આ ઉપરાંત, અયોધ્યામાં કડક બેરિકેડિંગ અને વહીવટી તંત્ર દ્વારા ઊભી કરાયેલી જેવી સ્થિતિને કારણે સામાન્ય જનતા અને સંતો પરેશાન થયા હોવાથી ભાજપ ચૂંટણી હારી ગયું હોવાનું તેમણે ઉમેર્યું હતું.