મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુજીત રૂપાણી ટ્રસ્ટના દીક્ષા સમારોહમાં ઉપસ્થિત રહેશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુજીત રૂપાણી ટ્રસ્ટના દીક્ષા સમારોહમાં ઉપસ્થિત રહેશે
Published on: 30th July, 2026

રાજકોટમાં પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા આયોજીત દીક્ષા સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજકોટના મેયર ડો.નેહલભાઈ શુક્લ પણ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. પુજીત રૂપાણી ટ્રસ્ટ છેલ્લા 27 વર્ષથી જરૂરિયાતમંદ અને હોશિયાર વિદ્યાર્થીઓ માટે ‘જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટ’ ચલાવી રહ્યું છે, જેમાં ધો.8 થી 12 સુધીના 20-25 પસંદગી પામેલા વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને મેડિકલ જવાબદારી ટ્રસ્ટ ઉઠાવે છે. આ સમારોહ તા. 02/08/2026, રવિવારે સાંજે 4:30 વાગ્યે અટલ બિહારી વાજપેઈ ઓડિટોરિયમ, પેડક રોડ, રાજકોટ ખાતે યોજાશે.