IB રિપોર્ટથી મોદી સરકાર ઝૂકી, CJP Protestને ભાજપના ટેકેદારોનો પણ સાથ મળ્યો!
IB રિપોર્ટથી મોદી સરકાર ઝૂકી, CJP Protestને ભાજપના ટેકેદારોનો પણ સાથ મળ્યો!
Published on: 26th July, 2026

CJP Protest અને BJP વચ્ચે ચાલી રહેલા ગતિરોધમાં IBના રિપોર્ટથી મોદી સરકારને ઝૂકવું પડ્યું. જંતર મંતર ખાતે શરૂ થયેલું કોકરોચ જનતા પાર્ટી (CJP)નું આંદોલન માત્ર વિરોધપક્ષો સુધી સીમિત ન રહેતા રમતવીરો, ફિલ્મસ્ટારો, નિવૃત્ત લશ્કરી અધિકારીઓ અને સામાન્ય નાગરિકોનો પણ ટેકો મળ્યો. IBના અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો કે, ભાજપના હાર્ડકોર ટેકેદારો પણ સરકારથી વિમુખ થઈ રહ્યા છે. આ અહેવાલ બાદ સરકારમાં ખળભળાટ મચી ગયો અને કેન્દ્રીય મંત્રીઓએ પણ આંદોલન અંગે સોશ્યલ મીડિયા પર લખવાનું બંધ કરી દીધું.