મતદાર યાદી સુધારણા કાર્યમાં યુવાન શિક્ષકનું હાર્ટએટેકથી મૃત્યુ
મતદાર યાદી સુધારણા કાર્યમાં યુવાન શિક્ષકનું હાર્ટએટેકથી મૃત્યુ
Published on: 26th July, 2026

મુંબઇ મહાપાલિકાના ચેમ્બુર સ્થિત હિન્દી સ્કૂલના શિક્ષક કૈલાશ ભોપર (૩૭) બી.એલ.ઓ. તરીકે SPUR (સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન) કામગીરી કરતા હતા ત્યારે હાર્ટએટેકથી તેમનું મૃત્યુ થયું. તેમની પત્ની કવિતા ભોયરે આરોપ કર્યો છે કે SPUR કામગીરીના તણાવને કારણે તેમના પતિનું મૃત્યુ થયું અને તેમણે પનવેલના ખાંદેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મૃતક શિક્ષક સતત ટેન્શનમાં રહેતા હતા અને અસ્વસ્થતાની ફરિયાદ કરતા હતા. મુંબઇના ઉપનગર જિલ્લા અધિકારી ઔરભ કટિયારે જણાવ્યું કે પોલીસ તપાસ સાથે પ્રશાસન પણ તપાસ કરશે.