ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, 26 એપ્રિલે મતદાન, 28મીએ મત ગણતરી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, 26 એપ્રિલે મતદાન, 28મીએ મત ગણતરી
Published on: 01st April, 2026

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે બુધવારે(1 એપ્રિલ, 2026) સાંજે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યની મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો માટેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ચૂંટણીમાં 15 મનપા (જૂનાગઢ અને ગાંધીનગર સિવાય તમામ), 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત (17 નવી તાલુકા પંચાયત સહિત), 84 નગર પાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં 4 કરોડ, 18 લાખ, 91 હજાર 700 મતદારો મતદાન કરશે.