વલસાડમાં પોલીસે ‘મોતના કન્ટેનર’માંથી 55 પાડાઓને બચાવ્યા, 5ની ધરપકડ.
વલસાડમાં પોલીસે ‘મોતના કન્ટેનર’માંથી 55 પાડાઓને બચાવ્યા, 5ની ધરપકડ.
Published on: 01st April, 2026

વલસાડ પોલીસે નેશનલ હાઇવે 48 પર બગવાડા ટોલ નાકા પાસે ટ્રેલર ટ્રકમાંથી 55 પાડાઓને બચાવ્યા. આ પાડાઓને ઘાસચારા કે પાણી વગર ક્રૂરતાપૂર્વક કન્ટેનરમાં ઠાંસીને ભરવામાં આવ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે પંજાબથી કેરળ કતલખાને લઇ જવા માટે ગેરકાયદેસર પશુઓ સુરતથી વાપી તરફ જઈ રહ્યા છે. પોલીસે ગૌરક્ષકો સાથે મળી 5 આરોપીઓની ધરપકડ કરી અને Animal Cruelty Act હેઠળ ગુનો નોંધ્યો.